Job Application Letter in Gujarati | નોકરી માટેની અરજી | Cover Letter Format
Author: Team Gujarati HR Drafts
Introduction (પ્રસ્તાવના)
શું તમે જાણો છો? HR મેનેજર તમારા બાયોડેટા (Resume) ને જોતા પહેલા તમારી "Job Application" (અરજી) વાંચે છે.
જ્યારે તમે કોઈપણ કંપનીમાં નોકરી માટે અપ્લાય કરો છો, ત્યારે તમારો Application Letter (કવર લેટર) એ તમારી પ્રથમ છાપ (First Impression) હોય છે. માત્ર બાયોડેટા મોકલી દેવો પૂરતો નથી. તેની સાથે એક મજબૂત લખાણ હોવું જોઈએ જે સાબિત કરે કે તમે આ નોકરી માટે કેમ યોગ્ય ઉમેદવાર છો.
આ આર્ટિકલમાં અમે Freshers (નવા ઉમેદવાર) અને Experienced (અનુભવી) બંને માટેના શ્રેષ્ઠ ગુજરાતી ડ્રાફ્ટ અને ઈમેલ ફોર્મેટ તૈયાર કર્યા છે.
Why Cover Letter is Important? (આ અરજી કેમ જરૂરી છે?)
Introduction: તે તમારી ઓળખ આપે છે.
Highlight Skills: રિઝ્યુમમાં માત્ર ડિગ્રી હોય છે, જ્યારે કવર લેટરમાં તમારી "શીખવાની ધગશ" દેખાય છે.
Professionalism: કોરા ઈમેલમાં માત્ર ફાઈલ જોડીને મોકલવી એ "અસભ્ય" ગણાય છે. કવર લેટર તમારી પ્રોફેશનલ ઈમેજ બનાવે છે.
Format 1: For Freshers (જેમણે હમણાં જ અભ્યાસ પૂરો કર્યો છે)
(જેમની પાસે કામનો અનુભવ નથી, તેમણે તેમના શિક્ષણ, ઉત્સાહ અને શીખવાની તૈયારી પર ભાર મૂકવો જોઈએ.)
વિષય: [પોસ્ટનું નામ] ની જગ્યા માટે અરજી.
પ્રતિ, HR મેનેજર શ્રી, [કંપનીનું નામ], [શહેર].
આદરણીય સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે, મને વિવિધ માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે આપની પ્રતિષ્ઠિત કંપનીમાં [પોસ્ટનું નામ, દા.ત. એકાઉન્ટન્ટ / સેલ્સ એક્ઝિક્યુટિવ] ની જગ્યા ખાલી છે. આ સંદર્ભે હું મારી ઉમેદવારી નોંધાવવા માંગુ છું.
મેં તાજેતરમાં જ [તમારી ડિગ્રી/કોલેજનું નામ] માંથી મારો અભ્યાસ સારા માર્ક્સ સાથે પૂર્ણ કર્યો છે. ભલે હું "ફ્રેશર" છું, પણ મને [તમારી સ્કિલ: દા.ત. કોમ્પ્યુટર / કોમ્યુનિકેશન / ટેલી] માં સારું જ્ઞાન છે અને હું મહેનતથી કામ કરવા તૈયાર છું.
હું મારી કારકિર્દીની શરૂઆત આપની કંપની સાથે કરવા આતુર છું, જ્યાં મને કંઈક નવું શીખવા મળે અને હું કંપનીના વિકાસમાં ફાળો આપી શકું. મારો વિગતવાર બાયોડેટા (Resume) આ પત્ર સાથે જોડેલ છે.
જો મને રૂબરૂ ઇન્ટરવ્યુની તક આપશો, તો હું આપને ખાતરી આપું છું કે હું મારી યોગ્યતા સાબિત કરી બતાવીશ.
આભાર સહ.
આપનો વિશ્વાસુ,
[તમારું નામ] [તમારી ડિગ્રી] [મોબાઈલ નંબર]
Format 2: For Experienced Professionals (અનુભવી ઉમેદવાર માટે)
(અહીં તમારા અનુભવ, હાલની કંપની અને તમે પાછલી કંપનીમાં શું કામ કર્યું તેનો ટૂંકમાં ઉલ્લેખ કરવો જરૂરી છે.)
વિષય: [પોસ્ટનું નામ] ની વેકેન્સી માટે કવર લેટર.
પ્રતિ, HR મેનેજર શ્રી,
સાહેબશ્રી,
આપની કંપનીમાં ખાલી પડેલી [પોસ્ટનું નામ] ની જગ્યા માટે હું મારી અરજી રજૂ કરું છું. મારો અનુભવ અને કૌશલ્ય આ પોસ્ટની જરૂરિયાત મુજબ યોગ્ય છે.
હું છેલ્લા [વર્ષ] વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છું. હાલમાં હું [તમારી હાલની કંપનીનું નામ] માં [તમારો હોદ્દો] તરીકે ફરજ બજાવી રહ્યો છું. મને [તમારા કામની મુખ્ય આવડત: દા.ત. ટીમ મેનેજમેન્ટ / સેલ્સ ગ્રોથ] નો બહોળો અનુભવ છે.
મારો પ્રોફેશનલ અનુભવ આપની કંપનીના ગ્રોથમાં મદદરૂપ થઈ શકશે તેવી મને ખાતરી છે. મારા કામનો અનુભવ, લાયકાત અને સિદ્ધિઓની વિગતો મારા Resume માં સામેલ છે, જે આ પત્ર સાથે જોડેલ છે.
મારા લાયક કોઈ સેવા હોય તો ઇન્ટરવ્યુ માટે બોલાવવા વિનંતી છે. હું આપના હકારાત્મક જવાબની રાહ જોઈશ.
આપનો વિશ્વાસુ,
(સહી)
[તમારું નામ] [તમારું હાલનું ડેઝિગ્નેશન] [મોબાઈલ નંબર]
Format 3: Short Email Body (ઈમેલ માટે)
(આજકાલ કાગળ પર અરજી ઓછી અને ઈમેલ પર વધુ થાય છે. ત્યારે ઈમેલ બોડીમાં શું લખવું?)
Subject: Application for the post of [Job Title] - [Your Name]
Dear Sir/Madam,
આપની કંપનીમાં [પોસ્ટનું નામ] ની વેકેન્સી માટે હું મારો બાયોડેટા (CV) આ ઈમેલ સાથે જોડી રહ્યો/રહી છું.
મારી લાયકાત અને અનુભવ આ પોસ્ટ માટે સુસંગત છે. મેં અગાઉ [ક્ષેત્રનું નામ] માં કામ કરેલું છે. મહેરબાની કરીને મારા Resume ની ચકાસણી કરશો.
જો મારા લાયક તક હોય, તો આપ મારો સંપર્ક મોબાઈલ નંબર [તમારો નંબર] પર કરી શકો છો.
Thank you regarding this.
Best Regards,
[તમારું નામ] [LinkedIn Profile Link - Optional]
Expert HR Tips: નોકરી મળવાના ચાન્સ વધારવા
File Name Matters: તમારા રિઝ્યુમની ફાઈલનું નામ ક્યારેય "Resume.pdf" કે "CV.pdf" ન રાખવું. HR પાસે હજારો ફાઈલો આવે છે, તે ખોવાઈ જશે.
સાચું નામ:
Amit_Patel_Accountant_Resume.pdf(તમારું નામ + પોસ્ટનું નામ).
PDF Format Only: નોકરી માટે અરજી કરતી વખતે તમારો Resume હંમેશા PDF Format માં જ મોકલવો. Word ફાઈલ મોબાઈલમાં બરાબર ખુલતી નથી અને ફોર્મેટિંગ બગડી જાય છે.
Customize: એક જ એપ્લિકેશન બધાને કોપી-પેસ્ટ ન કરવી. "કંપનીનું નામ" અને "પોસ્ટનું નામ" બદલવાનું ભૂલતા નહીં.
અમને આશા છે કે આ ડ્રાફ્ટ તમને ડ્રીમ જોબ મેળવવામાં મદદરૂપ થશે. Best of Luck!
Article by: Team Gujarati HR Drafts
For other Applications and Employment formats, please refer : https://gujaratihrdrafts.blogspot.com/
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો